History

Learn how we started off this journey of serving people

U

Our Doctors

Our Events

Contact Us

Jagdishbhai Premjibhai Badiani born in Kitale, Kenya in 1942, was the inspiration for the Lalitaben Premjibhai Badiani Hospital, Khambalia, Gujarat.

In 1972, he visited a hospital in Yala, Kenya and noticed the suffering of the patients and how help was required from abroad – Most of the medication was imported from England and provided through charitable trusts such as the Christian Missionary Society in England. The medicines were shipped across and at times delayed, this would result in unnecessary prolonged suffering and at times untimely death of the patient. This visit struck a chord with him and, he had a vision that one day, he would do something unique which would service the lives of the poor and the needy.

He decided that he was going to build a hospital and he started saving £1 to £2 daily; by 1988, he had saved almost £10k, and by 2003, enough for him to start thinking about his vision! With help from family, friends and well-wishers, the dream would now become a reality. He had in particular, a lot of encouragement and support from his brothers, Rameshbhai Badiani (Mumbai), Arvindbhai Badiani (Toronto) and Sureshbhai Badiani (Kisumu).

The hospital was going to be built in Khambalia, Gujarat – Home of Badiani ancestors and the hospital to be named after Pujya Lalitaben Premjibhai Badiani, Jagdisbhai’s mother.

In 2008, the LPB hospital opened doors, initially, as an eye hospital. Within months, this became a general hospital. Today, the hospital is thriving with a very supportive and active trustee committee as well as an excellent team of doctors and management. The services have been extended to dental, pathology and more recently some ENT treatment.

Jagdishbhai, sadly passed away on 10th February 2017 but, left behind a legacy, the hospital now serves to relieve many people from their illnesses and suffering.

Jagdishbhai’s vision had been fulfilled, with his dream of “Service is Worship” accomplished.

માનવ સેવા સમિતિ – જામ ખંભાલીયા
વર્ષ ૧૯૯૧માં વિરનગરના સંતશ્રી ડો.શિવાનંદ અધ્વર્યુની પ્રેરણાથી અને સ્વ.અમુભાઈ બોરણીયા દ્વારા અમારી સંસ્થાની સ્થાપના થયેલ.

અમારી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિની શરૂઆત નેત્રયજ્ઞથી કરવામાં આવેલ, વિરનગરના સંતશ્રી ડો.શિવાનંદ અધ્વર્યુ તથા દાતાશ્રીના આર્થીક સહયોગથી આ સૌ પ્રથમ નેત્રયજ્ઞ સરકારી હોસ્પિટલ, ખંભાલીયા ખાતે વર્ષ ૧૯૯૧માં કરવામાં આવેલ. વર્ષ ૧૯૯૧ થી વર્ષ ૨૦૦૫ એમ કુલ ૧૫ વર્ષ દર મહીને એક વખત ખંભાલીયા ખાતે વિના મુલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવતું, ત્યાર બાદ નેત્રયજ્ઞમાં દર્દીઓની સંખ્યા ખુબ વધવા લાગી. આ દર્દીઓની વધતી સંખ્યા અને જામનગર થી દ્વારકા-ઓખા સુધીના દર્દીઓને વધુ લાભ મળે તેવા હેતુથી માનવ સેવા સમિતિના બધા ટ્રસ્ટીઓએ એક હોસ્પિટલનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો. આ હોસ્પીટલના “નામકરણ” માટે મૂળ સલાયાના વતની સ્વ.જગદીશભાઈ પ્રેમજીભાઈ બદીયાણી (લંડન, ઇંગ્લેન્ડ), દાતાશ્રી રમેશભાઈ પ્રેમજીભાઈ બદીયાણી (મુંબઈ, મહારાષ્ટ્ર), સ્વ. ડો.સુરેશભાઈ પ્રેમજીભાઈ બદીયાણી (કિસુમુ, કેન્યા) અને અરવિંદભાઈ પ્રેમજીભાઈ બદીયાણી (મીલ્તોન ઓન્ટારિયો, કેનેડા) પરિવાર તરફથી તેઓના સ્વ.માતૃશ્રી લલીતાબેન પ્રેમજીભાઈ બદીયાણીની યાદગીરી માટે માતબર આર્થીક યોગદાન મળેલ (હસ્તે – ધીરેનભાઈ બદીયાણી – ખંભાલીયા) તથા દેશ અને વિદેશના દાતાશ્રોઓના આર્થીક યોગદાનથી વર્ષ ૨૦૦૬માં હોસ્પિટલનું નિર્માણનું સપનું સાકાર થયેલ.

તારીખ : ૨૦.૦૪.૨૦૦૬ના રોજ મુખ્ય દાતાશ્રી લંડન નિવાસી દાતા સ્વ.જગદીશભાઈ પ્રેમજીભાઈ બદીયાણી તથા શ્રી ઈંદુબેન જગદીશભાઈ બદીયાણી અને મુંબઈ નિવાસી દાતાશ્રી રમેશભાઈ પ્રેમજીભાઈ બદીયાણી તથા શ્રી સુશીલાબેન રમેશભાઈ બદીયાણીના વરદ હસ્તે ખંભાલીયા-જામનગર હાઇવે, જલિયાણ પેટ્રોલપંપની સામે, ખંભાલીયા મુકામે હોસ્પીટલનું ખાત મુહુર્ત કરવામાં આવેલ અને હોસ્પીટલના બાંધકામની શુભ શરૂઆત કરવામાં આવેલ. આ હોસ્પિટલ આશરે ૨૫૫૦૦ સ્ક્વેર ફૂટ જગ્યામાં કુલ ૧૩૦૦૦ ફૂટ જેટલું બાંધકામ કરવામાં આવ્યું. તારીખ : ૨૪.૦૨.૨૦૦૮ના રોજ “લલીતાબેન પ્રેમજીભાઈ બદીયાણી જનરલ હોસ્પિટલ” ના નામે, જામનગર થી દ્વારકા-ઓખા સુધીના જરૂરિયાતમંદ દર્દીઓ માટે ખુલી મુકવામાં આવેલ તથા આણદાબાવા સેવા સંસ્થા જામનગરના મહંતશ્રી દેવપ્રસાદજી બાપુ (વેદાંત આચાર્ય) ના વરદ હસ્તે હોસ્પીટલનું શુભ ઉદઘાટન કરવામાં આવેલ.

ત્યારબાદ તારીખ : ૨૦.૦૭.૨૦૦૮ના રોજ આધુનિક સાધનોથી સજ્જ હોસ્પીટલનો પહેલો વિભાગ, આંખનો વિભાગ કાર્યરત થયેલ. આ વિભાગમાં આંખના નિદાન, સારવાર અને ઓપરેસન કરવામાં આવે છે. આ આંખના વિભાગમાં દર વરસે ૧૫૦૦૦થી વધુ દર્દીઓનું નિદાન, ૫૦૦૦થી વધુ દર્દીઓની સારવાર અને ૧૦૦૦થી વધુ દર્દીઓના ઓપરેસન કરવામાં આવે છે. આજ દિવસે હોસ્પીટલનો બીજો વિભાગ, જનરલ વિભાગ પણ કાર્યરત થયેલ. આ જનરલ વિભાગમાં દરેક દર્દોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે. આ જનરલ વિભાગમાં દર વરસે ૧૦૦૦૦થી વધુ દર્દીઓનું નિદાન અને ૩૦૦૦થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવે છે.

ત્યારબાદ વર્ષ ૨૦૧૦ ની તારીખ ૨૮ માર્ચના રોજ હોસ્પીટલમાં ત્રીજો વિભાગ, દાંત વિભાગ કાર્યરત થયેલ. આ વિભાગમાં દાંતના નિદાન, સારવાર અને માઇનોર ઓપરેસન કરવામાં આવે છે. દાંત વિભાગમાં દર વરસે ૫૦૦૦થી વધુ દર્દીઓનું નિદાન, ૪૦૦૦થી વધુ દર્દીઓની સારવાર અને ૫૦૦થી વધુ દર્દીઓના માઇનોર ઓપરેસન કરવામાં આવે છે.

ત્યારબાદ વર્ષ ૨૫ ફેબ્રુઅરી ૨૦૧૧ના રોજ હોસ્પિટલમાં ચોથો વિભાગ, લેબોરેટરી વિભાગ કાર્યરત થયેલ. આ લેબોરેટરી વિભાગમાં આંખ, દાંત અને જનરલ વિભાગને લગતા બધા ટેસ્ટનું નિદાન કરવામાં આવે છે. લેબોરેટરી વિભાગમાં દર વરસે ૧૫૦૦થી વધુ દર્દીઓનું નિદાન કરવામાં આવે છે.

ઉપર મુજબ બધા વિભાગો હાલમાં પણ કાર્યરત છે અને આજુબાજુના જરૂરિયાતવાળા દર્દીઓને આ બધા વિભાગોનો લાભ પણ મળે છે, અને ભવિષ્યમાં પણ મળતો રહેશે. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં વધુ વિભાગો જેવા કે, નાક-કાન અને ગળાનો વિભાગ, ચામડીના રોગો માટેનો વિભાગ અને ગાયનેક વિભાગ જેવા વિભાગો પણ કાર્યરત કરવા પ્રયત્નશીલ છીએ.

Professional staff ready to assist you

 

 

Emergency care that you can trust

 

 

Qualified doctors available 24/7

 

 

Modern Equipment and facilities

 

 

Opp.Jaliyan Petrol Station,
Jamnagar-khambhalia Highway,
Dic. – Devbhumi Dwaraka
Jamkhambhalia -361305
Copyright © 2019 | Manav Seva Samiti – All Rights Reserved